- આ અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટેની અરજીઓ માંગવામાં આવી છે.
- કેન્દ્ર સરકારે 11 માર્ચે CAA નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેની સાથે આ કાયદો દેશભરમાં અમલમાં આવ્યો હતો.
- 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા મળશે.
- CAA હેઠળ નાગરિકતા માટે, વ્યક્તિએ ઑનલાઇન અરજી કરવાની રહેશે જેમાં અરજદારે જણાવવાનું રહેશે કે તે કયા વર્ષમાં ભારત આવ્યો હતો.
- જો વ્યક્તિ પાસે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો ન હોય તો પણ તે અરજી કરી શકશે.