- આ ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસુર-ડૉ એમજીઆર સેન્ટ્રલ (ચેન્નઈ), પટના-લખનૌ અને ન્યૂ જલપાઈગુડી-પટના રૂટ, પુરી-વિશાખાપટ્ટનમ, લખનૌ-દેહરાદૂન, કલાબુર્ગી-સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી અને ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન) રૂટનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત ચાર વંદે ભારત ટ્રેનના વિસ્તરણને પણ લીલી ઝંડી બતાવી હતી જેમાં અમદાવાદ-જામનગર અને અજમેર-દિલ્હી સરાય રોહિલ્લા વંદે,ગોરખપુર-લખનૌ અને તિરુવનંતપુરમ-કસરાગોડ વંદે ભારત મેંગલુરુ સુધીના વિસ્તરણનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત પીએમએ રેલ્વે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો પણ દેશને સમર્પિત કર્યા.
- આ જન ઔષધિ કેન્દ્રો લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડશે.
- ઉપરાંત સાબરમતી આશ્રમ ખાતે પુનઃવિકાસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.