નવા ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુને નિયુક્ત કરવામાં આવ્યા.

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિ દ્વારા જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 
  • આ નિમણૂંકો ફેબ્રુઆરીમાં ચૂંટણી કમિશનર અનુપ પાંડેની નિવૃત્તિ અને ગોયલના રાજીનામા સાથે, ચૂંટણી પંચની ત્રણ સભ્યોની પેનલમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ રેહવાથી કરવામાં આવી.
  • આ નિમણૂંકો પુનઃરચિત પસંદગી પેનલ દ્વારા કરવામાં આવતી પ્રથમ છે નિયુક્તિ છે, જેમાં હવે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને નિયુક્ત કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે.  
  • મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023ના અમલને પગલે ભારતના મુખ્ય ન્યાયાધીશ હવે પેનલનો ભાગ નથી.
  • સુપ્રીમ કોર્ટ 15મી માર્ચે એક અરજી પર સુનાવણી કરનાર છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો માટેની પસંદગી પેનલમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને બાકાત રાખવાને પડકારવામાં આવેલ છે.
  • એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે.
  • ભારતના ચૂંટણી કમિશનરની સ્થાપના 25મી જાન્યુઆરી 1950 થઈ હતી અને તેનું મુખ્યાલય દિલ્હીમાં છે.
SC dismisses applications to stay appointments of ECs Sukhbir Singh Sandhu, Gyanesh Kumar

Post a Comment

Previous Post Next Post