- ફ્લોરિડા રાજ્યમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.
- આ કાયદો આવતા વર્ષથી એટલે કે 2025થી અમલમાં આવશે.
- 14 થી 15 વર્ષની વયના બાળકો માતાપિતાની લેખિત સંમતિ બાદ જ Instagram અને Snapchat નો ઉપયોગ કરી શકશે.
- કંપનીઓને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
- ઉપરાંત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉંમર વેરિફિકેશન પછી જ એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
- જો કોઈ કંપની 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ નહીં કરે તો તેણે સંબંધિત બાળકને 10 હજાર ડોલરનું વળતર ચૂકવવું પડશે.
- આ સિવાય કંપનીને 50 હજાર ડોલર સુધીનો દંડ પણ થઈ શકે છે.