- ભારત સરકાર દ્વારા ભારતના ચૂંટણી પંચ (ECI) સાથે પરામર્શ બાદ, વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટલ બેલેટ વોટિંગ સુવિધાનો લાભ લેવા માટે લઘુત્તમ વય માપદંડમાં સુધારો કરવામાં આવ્યો જેમાં આ લાયકાતની વય 80 થી વધારીને 85 વર્ષ કરવામાં આવી.
- જેનો ઉદ્દેશ્ય દેશની વૃદ્ધ વસ્તી માટે વધુ સુવિધા સુનિશ્ચિત કરવાનો છે.
- આ નિયમ ચૂંટણી નિયમોના સુધારેલા આચાર, 1961 હેઠળ, "વરિષ્ઠ નાગરિકો" ની વ્યાખ્યા માટે પાત્ર છે.
- આ નિયમ માટે પોસ્ટલ બેલેટ વોટિંગને કલમ 27(A) (e) માં અપડેટ કરવામાં આવ્યું છે.
- આ સુધારણા હેઠળના "મતદારોના સૂચિત વર્ગ"માં આવશ્યક સેવા કાર્યકરો, વિકલાંગ વ્યક્તિઓ, કોવિડ-19 હોવાનું નિદાન થયેલ અથવા શંકાસ્પદ વ્યક્તિઓ અને હવે, 85 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે.
- પોસ્ટલ વોટિંગ મતદારોના પસંદગીના પક્ષને મત આપવા મતદાન કેન્દ્ર પર ગયા સિવાય મત આપવાની અને ચૂંટણીમાં ભાગ લેવાની ક્ષમતા પ્રદાન કરે છે.
- જેઓ વ્યવસાયિક ફરજો, આરોગ્યની ચિંતાઓ અથવા વ્યક્તિગત સંજોગો સહિતના વિવિધ કારણોસર મતદાન મથકો પર શારીરિક રીતે હાજરી આપી શકતા નથી તેવા લાયક મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા, તેમની પસંદગીના પક્ષેં મત આપી શકે છે.
- મત ગણતરી શરૂ થાય તે પહેલાં ચૂંટણી અધિકારીને મતપત્ર પરત કરી શકે છે.
- પોસ્ટલ વોટિંગમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ અને સભાના અધ્યક્ષ, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ,સશસ્ત્ર દળોના સભ્યો, તેમના ગૃહ રાજ્યની બહાર તૈનાત રાજ્ય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ, વિદેશમાં નિયુક્ત સરકારી કર્મચારીઓ અને તેમના જીવનસાથીઓ અને નિવારક અટકાયત હેઠળના મતદારો, શારીરિક અશક્ત વ્યક્તિઓ અથવા જેઓ મતદાન કેન્દ્ર પર કવા સક્ષમ નથી તેવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
- આ પ્રક્રિયામાં મતદારોને મતગણતરી તારીખ પહેલા તેમના મતપત્રો પરત કરવા માટે પૂરતો સમય મળી શકે તે માટે મતપત્રો નોમિનેશનના સમયગાળા પછી તરત જ મોકલવામાં આવે છે.
- સશસ્ત્ર દળોના સભ્યો અને અન્ય નિર્દિષ્ટ કેટેગરીઓ માટે, મતદાતાના સંજોગોના આધારે મતપત્રો પોસ્ટલ સેવા દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવે છે.
- વિકલાંગ વ્યક્તિઓ, આવશ્યક સેવાઓમાં ગેરહાજર મતદારો અને 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવા માટે પોસ્ટલ બેલેટ સુવિધા સૌપ્રથમ 2019માં ચૂંટણીમાં શરૂ કરવામાં આવી હતી.
- ભારતના ચૂંટણી પંચની સ્થાપનાઃ 25 જાન્યુઆરી 1950માં થઈ હતી અને તેના હાલના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે.