- ભારત સરકાર દ્વારા 15 માર્ચના રોજ જેમાં ભારતને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાન આપવાના હેતુથી આ વ્યાપક યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
- આ નીતિ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નવીનતાને પ્રોત્સાહન આપવું, રોકાણ આકર્ષવું અને દેશમાં અદ્યતન તકનીકને સુલભ બનાવવાનો છે.
- આ માટે કંપનીઓએ ઓછામાં ઓછા રૂ. 4,150 કરોડનું લઘુતમ રોકાણ કરવું જરૂરી છે.
- મેન્યુફેક્ચરિંગ ટાઈમલાઈન હેઠળ આ પોલિસી દ્વારા ભારતમાં EVsનું વ્યાપારી ઉત્પાદન શરૂ કરીને કંપનીઓને તેમની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે ત્રણ વર્ષની વિન્ડો આપવામાં આવશે.
- આ પહેલ હેઠળ એક નોંધપાત્ર વિશેષતા એ છે કે કંપનીઓ માટે સ્થાનિક ઉદ્યોગો અને ઘટકોને પ્રોત્સાહન આપીને ત્રીજા વર્ષના અંત સુધીમાં 25% અને પાંચમા વર્ષ સુધીમાં 50% સ્થાનિકીકરણ સ્તર હાંસલ કરવામા આવશે.
- સરકાર દ્વારા શરૂઆત કરવા માટે, કંપનીઓને $35,000 થી વધુ કિંમતની કાર પર 15% ની ઓછી કસ્ટમ ડ્યુટી પર વાર્ષિક 8,000 EV સુધીની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
- વધુમાં, નીતિ પાંચ વર્ષમાં 40,000 EVs ની મર્યાદા દર્શાવે છે.