- અમેરિકામાં રેડ ક્રોસ હેડક્વાર્ટર ખાતે ધ મીઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપ દ્વારા આયોજિત સમારોહમાં ભારતને પ્રતિષ્ઠિત મીઝલ્સ એન્ડ રૂબેલા ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
- ભારતને આ પુરસ્કાર ઓરી અને રૂબેલા રોગોના નિવારણમાં તેના અનુકરણીય પ્રયાસો માટે આપવામાં આવ્યો છે.
- ભારતમાં તમામ પ્રયાસોના પરિણામે દેશના 50 જિલ્લાઓમાં સતત ઓરીનો એકપણ કેસ નોંધાયો નથી.
- ઉપરાંત છેલ્લા 12 મહિનામાં 226 જિલ્લામાં રૂબેલાનો એક પણ કેસ નોંધાયો નથી.
- ઓરી અને રૂબેલા એ રસીથી અટકાવી શકાય તેવા રોગો (VPDs) છે અને MR રસી 2017 થી ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો એક ભાગ છે.
- ઓરી અને રૂબેલાના નિવારણ માટે વૈશ્વિક સ્તરે એક બહુ-એજન્સી આયોજન સમિતિની રચના કરવામાં આવી છે, જે વૈશ્વિક ઓરીના મૃત્યુને ઘટાડવા અને રૂબેલા રોગને રોકવા માટે સમર્પિત છે જેમાં અમેરિકન રેડ ક્રોસ, BMGF, GAVI, US CDC, UNF, UNICEF અને WHO નો સમાવેશ થાય છે.