ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘હસ્તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

  • આ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી દ્વારા ઘાટલોડીયાના જ્ઞાનદા સ્કૂલમાં અંદાજિત રૂ.1650 કરોડની બે યોજનાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો. 
  • જેમાં ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ ધો. 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂ.50,000ની નાણાકીય સહાય ચૂકવાશે.  
  • જ્યારે ધોરણ 10માં 50 ટકાથી વધુ ગુણ મેળવી 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારી છાત્રાઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 25000ની સહાય અપાશે.
  • આ યોજનાઓ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન પણ આય9જીત કરવામાં આવશે.
  • વધુમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની મહિલા ધારાસભ્યોને પોતાના વિસ્તારના વિકાસ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી.
  • તેઓ આ વધારાની ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં નવા રસ્તા અથવા જૂના રોડના રીસરફેસિંગ જેવા કાર્યો માટે કરી શકશે.
Gujarat CM launches Namo Lakshmi and Namo Saraswati Vigyan Sadhna schemes

Post a Comment

Previous Post Next Post