- આ કવાયત ભારતીય સેના અને સેશેલ્સ ડિફેન્સ ફોર્સિસ (SDF) વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે જે સેશેલ્સમાં 18-27 માર્ચ 2024 દરમિયાન હાથ ધરવામાં આવશે.
- 'LAMITIYE' નો અર્થ ક્રેઓલ ભાષામાં 'મિત્રતા' થાય છે તે ભારતીય સેના અને સેશેલ્સ સંરક્ષણ દળો વચ્ચે દ્વિવાર્ષિક (દર બે વર્ષે બનતી) તાલીમ ઇવેન્ટ છે.
- આ કવાયત 2001થી સેશેલ્સમાં કરવામાં આવી રહી છે.
- આ કવાયતમાં ભારતીય સેના અને સેશેલ્સ ડિફેન્સ ફોર્સિસ (SDF)ના ગોરખા રાઈફલ્સમાંથી પ્રત્યેક 45 જવાનો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
- આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય યુનાઈટેડ નેશન્સ ચાર્ટર ઓન પીસ કીપિંગ ઓપરેશન્સના પ્રકરણ VII હેઠળ અર્ધ-શહેરી વાતાવરણમાં પેટા-પરંપરાગત કામગીરી (પરંપરાગત યુદ્ધ સિવાયની કામગીરી)માં આંતરસંચાલનક્ષમતા (સાથે કામ કરવાની ક્ષમતા) વધારવાનો છે.