ECI દ્વારા અર્જુન પુરસ્કાર વિજેતા શીતલ દેવીને સમાવેશી ક્રિકેટ મેચમાં રાષ્ટ્રીય PwD આઇકન તરીકે પસંદ કરવામાં આવી.

  • ભારતીય ચૂંટણી પંચ (ECI) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મતદાર શિક્ષણ અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે એક પ્રદર્શની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ મેચ 16 માર્ચ, 2024ના રોજ નવી દિલ્હીના કરનૈલ સિંહ સ્ટેડિયમ ખાતે ભારતીય બહેરા ક્રિકેટ સંઘ (IDCA) ટીમ અને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) ટીમ વચ્ચે રમાઈ હતી.
  • આ ઈવેન્ટ દરમિયાન શીતલ દેવી જે એક પ્રખ્યાત પેરા-તીરંદાજ અને અર્જુન પુરસ્કાર વિજેતા છે તેને PwD કેટેગરીમાં નેશનલ આઈકોન તરીકે જાહેર કરવામાં આવી હતી. 
  • વધુમાં ચૂંટણી કમિશન દ્વારા PwDs અને વરિષ્ઠ નાગરિક મતદારો માટે સમર્પિત મતદાર માર્ગદર્શિકા શરૂ કરવામાં આવી.
  • આ વ્યાપક પુસ્તિકા PwDs અને વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ આવશ્યક જોગવાઈઓની રૂપરેખા આપે છે, જેમાં મતદાન મથકો પર માળખાકીય, માહિતીપ્રદ અને પ્રક્રિયાગત વિગતો તેમજ પોસ્ટલ બેલેટ માટે લાગુ પડતી અને પ્રક્રિયા, સરળ અને આનંદદાયક મતદાન અનુભવની સુવિધાનો સમાવેશ થાય છે.
Para archer Sheetal Devi becomes the national icon for disabled of ECI

Post a Comment

Previous Post Next Post