- તમિલનાડુ સરકાર દ્વારા “PM SHRI સ્કૂલ્સ (PM Schools for Rising India)” યોજના અમલમાં મૂકવામાં આવશે.
- આ પહેલનો હેતુ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના ઉદ્દેશ્યો સાથે સંરેખિત કરવાનો છે.
- આ યોજના 7 સપ્ટેમ્બર, 2022ના રોજ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પછી ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
- આ યોજના હેઠળ દેશભરમાં 14,500 થી વધુ પ્રવર્તમાન શાળાઓને PM SHRI શાળાઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
- પાત્ર શાળાઓમાં UDISE+ કોડ સાથે કેન્દ્ર/રાજ્ય/યુટી સરકારો/સ્થાનિક સ્વ-સરકાર દ્વારા સંચાલિત શાળાઓનો સમાવેશ થાય છે.
- આ યોજના 2022-23 થી 2026-27 સુધી કાર્યરત રહેશે અને તેની માટે કુલ બજેટ રૂ. 27,360 કરોડ ફાળવવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકાર રૂ. 18,128 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે.
- આ યોજના હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના તમામ પાસાઓનું અનુકરણ કરવામાં આવશે અને આ શાળા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે મોડેલ તરીકે સેવા આપશે.
- આ યોજના હેઠળ સોલાર લાઇટિંગ, વોટર હાર્વેસ્ટિંગ અને કન્ઝર્વેશન ફીચર્સ ધરાવતી શાળાઓનો વિકાસ કરવામાં આવશે.