- WFI પર કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા રમતગમતની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ રમત મંત્રાલય દ્વારા WFI ના પ્રતિબંધ પછી, IOA દ્વારા ફેડરેશનના કામકાજને જોવા માટે એક એડ-હોક કમિટીની રચના કરવામાં આવી હતી.
- એડહોક કમિટીના વિસર્જન બાદ WFIના પ્રમુખ સંજય સિંહ દ્વારા રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- એડહોક કમિટીએ તાજેતરમાં એશિયન ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક ક્વોટા માટે પુરૂષો અને મહિલા વર્ગોમાં ટ્રાયલ હાથ ધર્યા હતા જેમાં બજરંગને પુરૂષ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વિનેશ ફોગાટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો.