ISRO દ્વારા પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ (RLV LEX-02)નું સફળ લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

  • આ સ્વદેશી સ્પેસ શટલનું નામ 'પુષ્પક' એરક્રાફ્ટ રાખવામાં આવ્યું છે.
  • તેને કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે હેલિકોપ્ટર દ્વારા 4.5 કિમીની ઊંચાઈએ ઉઠાવવામાં આવ્યું હતું અને રનવે પર સ્વાયત્ત લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું.
  • ISROનું રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) નાસાના સ્પેસ શટલ જેવું જ છે.
  • અગાઉ, RLVના લેન્ડિંગ પ્રયોગો 2016 અને 2023માં કરવામાં આવ્યા છે.
  • આ વખતે પુષ્પક વિમાન અગાઉના RLV-TD કરતાં લગભગ 1.6 ગણું મોટું છે.
  • પુષ્પક વિમાન RLV-TD કરતા વધુ વજનનો સામનો કરી શકે છે.
  • આ ટેક્નોલોજીથી રોકેટ લોન્ચિંગ હવે પહેલા કરતા સસ્તું થશે અને અવકાશમાં સાધનો પહોંચાડવાના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.
  • પુનઃઉપયોગી રોકેટ પાછળનો ઉદ્દેશ્ય અવકાશયાન લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતા અતિ ખર્ચાળ રોકેટ બૂસ્ટરને પુનઃપ્રાપ્ત કરવાનો છે.
  • એલોન મસ્કની કંપની સ્પેસએક્સે સૌથી પહેલા 2011માં તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
  • વર્ષ 2015માં, મસ્કએ ફાલ્કન 9 રોકેટ તૈયાર કર્યું જે ફરીથી વાપરી શકાય તેવું હતું.
ISRO reaches new milestone, successfully lands Pushpak reusable launch vehicle

Post a Comment

Previous Post Next Post