ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) દ્વારા પીઆર શ્રીજેશને FIH એથ્લેટ્સ કમિટીના સહ-પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ ત્રણ વખતના ઓલિમ્પિયન અને ભારતીય હોકી ટીમના ગોલકીપર છે.
  • તેઓ પ્રથમ વખત 2017માં FIH એથ્લેટ્સ કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • તેણે ત્રણ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
  • તેઓને વર્ષ 2015માં અર્જુન એવોર્ડ અને વર્ષ 2017માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
  • વર્ષ 2016માં તેને ભારતીય હોકી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
  • તેઓની સાથે ચિલીની કેમિલા કેરમને પણ સહ-પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
  • FIH એથ્લેટ સમિતિમાં ભૂતપૂર્વ અને વર્તમાન હોકી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
  • આ સમિતિ વિશ્વભરમાં હોકીના વિકાસ માટે કામ કરે છે.
P R Sreejesh appointed co-chair of the FIH Athlete Panel

Post a Comment

Previous Post Next Post