- આ મિશનનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા અને વધારવા અને ક્વોન્ટમ ટેકનોલોજીમાં ગતિશીલ અને નવીન ઇકોસિસ્ટમ બનાવવાનો છે.
- નવા મિશનનો હેતુ સુપરકન્ડક્ટિંગ અને ફોટોનિક ટેકનિક જેવા વિવિધ પ્લેટફોર્મ્સ પર આઠ વર્ષમાં 50 થી 1,000 ભૌતિક ક્યુબિટ્સની ક્ષમતા સાથે મધ્યવર્તી-સ્કેલ ક્વોન્ટમ કમ્પ્યુટર વિકસાવવાનો છે.
- આ મિશન ચોક્કસ સમય, સંચાર અને નેવિગેશન માટે પરમાણુ પ્રણાલીઓમાં ઉચ્ચ સંવેદનશીલતાવાળા મેગ્નેટોમીટર અને અણુ ઘડિયાળોના વિકાસમાં, ક્વોન્ટમ ઉપકરણોના ફેબ્રિકેશન માટે સુપર કંડક્ટર, નોવેલ સેમિકન્ડક્ટર ઉત્પાદનો જેવી ક્વોન્ટમ સામગ્રીની ડિઝાઇનમાં મદદ કરશે.
- આ મિશનને વર્ષ 2023-24 થી વર્ષ 2030-31ના સમયગાળા માટે છ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ સાથે મંજૂરી આપવામાં આવી છે.
- આ મિશનનો અમલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા અન્ય વિભાગો સાથે મળીને કરવામાં આવશે.
- હાલમાં અમેરિકા, કેનેડા અને ફ્રાન્સ સહિત છ દેશો પાસે ક્વોન્ટમ ટેક્નોલોજી છે.
- આ મિશન દ્વારા સંદેશાવ્યવહાર, આરોગ્ય, નાણાકીય અને ઉર્જા ક્ષેત્રો તેમજ દવાની ડિઝાઇન અને સ્પેસ એપ્લિકેશન ક્ષેત્રમાં, ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને મોટું પ્રોત્સાહન મળશે.
