વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ એકસપ્રેસ વે ના કારણે ટ્રાફિકના પ્રવાહમાં સુધારો થશે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે પરિવહન સરળ બનશે.
  • દ્વારકા એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 29 કિમી છે, જેમાંથી 18.9 કિમી હરિયાણામાં આવે છે, જ્યારે બાકીનો 10.1 કિમી દિલ્હીમાં છે. 
  • 9 માર્ચ, 2019 ના રોજ, તત્કાલિન કેન્દ્રીય પ્રધાનો સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી અને નીતિન ગડકરી દ્વારા દ્વારકા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
  • કેન્દ્રની રૂ. 60,000 કરોડની હાઇવે ડેવલપમેન્ટ યોજના હેઠળ આઠ લેનનો દ્વારકા એક્સપ્રેસવે રૂ. 9,000 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે.
  • દ્વારકા એક્સપ્રેસ વેનો 19 કિલોમીટર લાંબો 'હરિયાણા સેક્શન' લગભગ 4,100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
  • આ વિભાગ હેઠળ બે પેકેજ સામેલ છે.  પ્રથમ પેકેજ દિલ્હી-હરિયાણા બોર્ડરથી બસાઈ રેલ-ઓવર-બ્રિજ (ROB) સુધીના 10.2 કિમી લાંબા રસ્તાને આવરી લે છે.  બીજા પેકેજ હેઠળ, બસાઈ રેલ-ઓવર-બ્રિજથી ખેરકી દૌલા સુધીનો 8.7 કિલોમીટર લાંબો રસ્તો છે.  તે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. 
PM Narendra Modi inaugurates Haryana stretch of Dwarka Expressway in Gurugram

Post a Comment

Previous Post Next Post