- જાણીતા મલયાલમ કવયિત્રી અને લેખિકા પ્રભા વર્માની વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત 33મા સરસ્વતી સન્માન માટે પસંદગી કરવામાં આવી.
- તેમણે 2022 માં પ્રકાશિત તેમની નવલકથા ‘રૌદ્ર સાથવિકમ’ માટે આ એવોર્ડ જીત્યો.
- કે.કે.બિરલા ફાઉન્ડેશન, દ્વારા વર્ષ 1991માં સ્થાપિત સરસ્વતી સન્માન એ ભારતના સર્વોચ્ચ સાહિત્યિક સન્માનોમાંનું એક છે.
- તે છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલ કોઈપણ ભારતીય ભાષાઓમાં ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓને આપવામાં આવે છે.
- નવલકથા "રૌદ્ર સાથવિકમ” જે મલયાલમ ભાષામાં કાવ્યાત્મક શ્લોકમાં લખાયેલી છે, તે સત્તા અને રાજકારણ, વ્યક્તિ અને રાજ્ય અને કલા અને શક્તિ વચ્ચેના સંઘર્ષને અનોખી રીતે વ્યક્ત કરે છે.
- કેરળના તિરુવલ્લામાં 1959માં જન્મેલા પ્રભા વર્મા કવિતા, નવલકથાઓ, નિબંધો અને સામાજિક-રાજકીય ભાષ્ય જેવી શૈલીઓમાં 30 થી વધુ પ્રકાશિત પુસ્તકો સાથે એક પ્રસિદ્ધ લેખક છે.
- તેમની કેટલીક નોંધપાત્ર કૃતિઓ કાવ્યસંગ્રહોમાં ‘સૂપર્ણિકા’, ‘અર્કકપૂર્ણિમા’, ‘શ્યામા માધવમ’ અને નવલકથાઓ ‘ચંદના નાઝી’, ‘આર્દ્રમ’ અને ‘કનાલ ચિલંબુ’ છે.
- તે અંગ્રેજી અને મલયાલમ બંને ભાષામાં લખે છે.
- અગાઉ તેઓને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, વાયલર પુરસ્કાર અને શ્રેષ્ઠ ગીતો માટે રાજ્ય અને ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
- સરસ્વતી સન્માન પુરસ્કાર વિજેતાની પસંદગી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અર્જન કુમાર સીકરીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી
- વર્ષ 1991માં પ્રથમ સરસ્વતી સન્માન સુપ્રસિદ્ધ લેખક હરિવંશ રાય બચ્ચનને તેમની ચાર ખંડની આત્મકથા માટે એનાયત કરવામાં આવ્યો હતો.
- વર્ષ 2022નો 32મો એવોર્ડ તમિલ લેખક શિવશંકરીને તેમની નવલકથા ‘સૂર્ય વંશમ’ માટે મળ્યો હતો.
- આ સન્માનમાં 15 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને તકતી આપવામાં આવે છે.