રાષ્ટ્રપતિ દ્વારા ચાર વ્યક્તિઓને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

  • સન્માનિત કરવામાં આવેલા વ્યક્તિઓમાં જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પી.વી.  નરસિમ્હા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથનનો સમાવેશ થાય છે.
  • રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આજના કાર્યક્રમમાં ચાર વ્યક્તિઓના પરિવારજનોએ આ સન્માન મેળવ્યું હતું.
  • કેન્દ્ર દ્વારા આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • 2024ની 5 સેલિબ્રિટી સહિત અત્યાર સુધીમાં આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 પર પહોંચી ગઈ છે.
  • ભારત રત્ન એ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે કલા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમતગમત જેવી રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે.
  • ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી.
  • પહેલા આ સન્માન જીવિત વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું, પરંતુ 1955માં ભારત રત્ન મરણોત્તર પણ આપવાનું શરૂ કરવામાં આવ્યું.
  • દેશના વડાપ્રધાન ભારત રત્ન માટે કોઈ વ્યક્તિના નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે.
  • એવોર્ડ મેળવનારને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેના પર રાષ્ટ્રપતિની સહી હોય છે.
President Murmu confers Bharat Ratna on 4 luminaries posthumously

Post a Comment

Previous Post Next Post