- તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગના ભૂતપૂર્વ સભ્ય અને લદ્દાખના અગ્રણી બૌદ્ધ સાધુ, લામા લોબઝાંગ તરીકે જાણીતા હતા.
- તેઓ એક પ્રતિષ્ઠિત આદિવાસી નેતા હતા જેમણે 1984 થી 19 વર્ષ સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગમાં સેવા આપી હતી.
- જ્યારે રાષ્ટ્રીય કમિશન બંધારણની કલમ 338 ના સુધારા દ્વારા બંધારણીય બન્યું, ત્યારે તેને 1995 થી 1998 અને 1998 થી 2001 સુધી બે ટર્મ માટે તેના સભ્ય તરીકે નવેસરથી નિયુક્ત કરવામાં આવ્યા.
- 2004 થી 2007 દરમિયાન અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગના સભ્ય તરીકે બીજી ટર્મ સેવા આપ્યા પછી તેઓ જાહેર પદ પરથી નિવૃત્ત થયા હતા.
- તેમની છ દાયકાની જાહેર સેવા દરમિયાન, લામા લોબઝાંગે આરોગ્ય ક્ષેત્રે પણ સેવા આપી હતી તેમણે દર્દીઓને AIIMS ખાતે તબીબી સારવાર મેળવવામાં મદદ કરી અને લેહ લદ્દાખમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું.
- તેઓએ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ અને વર્લ્ડ ફેલોશિપ ઑફ બૌદ્ધ સહિત અનેક બૌદ્ધ સંસ્થાઓમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી.