- નાસાના અવકાશયાત્રી ટ્રેસી કાલ્ડવેલ ડાયસન, રશિયન અવકાશયાત્રી ઓલેગ નોવિટસ્કી અને બેલારુસિયન સ્પેસફ્લાઇટ સહભાગી મરિના વાસિલેવસ્કાયા આ અવકાશયાનના અવકાશયાત્રી છે.
- ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને સોયુઝ MS-25 અવકાશયાન વચ્ચેની હેચ રાત્રે 10.56 વાગ્યે ખોલવામાં આવી હતી.
- સ્પેસ સ્ટેશન પર નવા ક્રૂ મેમ્બર્સના આગમન બાદ હવે ત્યાં અવકાશયાત્રીઓની કુલ સંખ્યા વધીને 10 થઈ.
- એક્સપિડિશન 70ના 7 સભ્યો પહેલેથી જ સ્પેસ સ્ટેશનમાં હાજર છે.
- આ અવકાશયાન કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી 23 માર્ચે IST સાંજે 6:26 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.
- ડાયસન એક્સપિડિશન 70 અને 71 ફ્લાઇટ એન્જિનિયર તરીકે સ્ટેશન પર 6 મહિના પસાર કરશે.
- ડાયસન સપ્ટેમ્બરમાં ઓલેગ કોનોનેન્કો અને રશિયાના નિકોલાઈ ચુબ સાથે પૃથ્વી પર પાછા ફરશે જ્યારે ઓલેગ કોનોનેન્કો અને નિકોલાઈ ચુબ સ્પેસ સ્ટેશનથી પાછા ફરશે, ત્યારે તેઓએ એક વર્ષ પસાર કર્યું હશે.
- રશિયાના કોસ્મોનૉટ નોવિટસ્કી અને બેલારુસની મરિના વાસિલેવસ્કાયા સ્ટેશન પર 12 દિવસ રોકાશે.
- નાસાના અવકાશયાત્રી લોરલ ઓ'હારા 204 દિવસ વિતાવી નોવિટસ્કી અને વાસિલેવસ્કાયા સાથે 6 એપ્રિલે પરત ફરશે.
- ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી આશરે 400 કિલોમીટર ઉપર છે.
- તે અવકાશમાં માનવસર્જિત સૌથી મોટો અને તેજસ્વી પદાર્થ છે જે પૃથ્વી પરથી જોઈ શકાય છે.
- અવકાશયાત્રીઓ ત્યાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં અનેક પ્રકારના પ્રયોગો કરવા જાય છે.