- આ દ્વારા, એક વીમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે જ્યાં તમામ વીમા કંપનીઓ વિશેની માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- જીવન, આરોગ્ય અને સામાન્ય સહિત તમામ કેટેગરીના વીમાને બીમા સુગમમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.
- આ પ્લેટફોર્મ પર લોકો પોલિસી પ્રીમિયમની તુલના કરી શકશે અને વીમા ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી જોઈ શકશે અને તેમની જરૂરિયાતો અનુસાર ખરીદી કરી શકશે.
- બીમા સુગમ એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેવું હશે, જ્યાં વીમા કંપનીઓ તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકશે.
- આમાં વીમા ખરીદવાથી લઈને રિન્યુઅલ, ક્લેઈમ સેટલમેન્ટ, પોર્ટેબિલિટીથી લઈને ફરિયાદ નિવારણ સુધીની સુવિધાઓ હશે.
- બીમા સુગમનો હેતુ તમામ પોલિસી ધારકોને 'એન્ડ-ટુ-એન્ડ' ડિજિટલ સેવા પ્રદાન કરવાનો છે.