નાસાના વૈજ્ઞાનિકો દ્વારા મંગળ પર વિશાળ જ્વાળામુખીની શોધ કરવામાં આવી.

  • સંશોધકો દ્વારા મંગળ પર એક “નોક્ટિસ જ્વાળામુખી” નામના પ્રચંડ જ્વાળામુખીની શોધ કરવામાં આવી.
  • આ જ્વાળામુખી 29,600 ફૂટ ઊંચો અને લગભગ 450 કિલોમીટર પહોળાઈમાં વિસ્તરેલો, આ વિશાળ જ્વાળામુખી પૂર્વીય નોક્ટિસ લેબિરિન્થસ પ્રદેશમાં મંગળના વિષુવવૃત્તની દક્ષિણે આવેલો છે.
  • નાસાના મરીનર 9, વાઇકિંગ ઓર્બિટર 1 અને 2, માર્સ ગ્લોબલ સર્વેયર, માર્સ ઓડિસી, માર્સ રિકોનિસન્સ ઓર્બિટર અને ESAના માર્સ એક્સપ્રેસ સહિતના મિશનના સ્યુટના ડેટા દ્વારા આ શોધ કરવામાં આવી.
  • આ ઉપરાંત જ્વાળામુખીના પાયાની નજીક આવેલા ગ્લેશિયર બરફની હાજરી ભૂતકાળની પાણીની પ્રવૃત્તિનો સંકેત છે.
  • આ જ્વાળામુખી નોક્ટિસ લેબિરિન્થસ અને વેલેસ મરીનેરિસની વિસ્તૃત ખીણ પ્રણાલી વચ્ચેની સીમા પર સ્થિત છે.
A giant volcano was discovered on Mars by NASA scientists

Post a Comment

Previous Post Next Post