- ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ચંદ્રયાન-3 મિશનને સફળતાપૂર્વક પાર પાડી વૈશ્વિક સ્તરે ભારતને ઓળખ અપાવવા માટે યુએસ સ્થિત સ્પેસ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત 2024 John L. ‘Jack’ Swigert Jr. Award થી નવાજવામાં આવ્યા.
- આ વાર્ષિક પુરસ્કાર અવકાશ સંશોધન અને શોધમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
- ઇસરોની ચંદ્રયાન ટીમ વતી હ્યુસ્ટનમાં ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથે એવોર્ડ સ્વીકાર્યો હતો.
- John L. ‘Jack’ Swigert Jr. Award ના તાજેતરના પ્રાપ્તકર્તાઓમાં નાસા અને વિવિધ અવકાશ સંશોધન ટીમો જેવી નોંધપાત્ર સંસ્થાઓનો સમાવેશ થાય છે.
- સ્પેસ ફાઉન્ડેશન એ એક બિનનફાકારક સંસ્થા છે જેની સ્થાપના 1983 માં વૈશ્વિક અવકાશ ઇકોસિસ્ટમમાં માહિતી, સહયોગ અને શિક્ષણ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી.
- ચંદ્રયાન-3, ISRO દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું.
- John L. ‘Jack’ Swigert Jr. Award અવકાશયાત્રી John L. ‘Jack’ Swigert Junior ની સ્મૃતિમાં આપવામાં આવે છે જે એપોલો 13 મિશનમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે.
- ઉલ્લેખનીય છે કે ઈસરો દ્વારા ચંદ્રયાન-3ને દક્ષિણ ધ્રુવ પર સફળ રીતે ઉતારવામાં આવ્યું હતું અને આ સાથે ભારત રશિયા, યુએસ અને ચીન જેવા રાષ્ટ્રોના પસંદગીના જૂથમાં જોડાયું છે.