- ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ પછી 3 એપ્રિલે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા.
- તેઓ વર્ષ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભામાં ચૂંટાયા હતા.
- તેઓ વર્ષ 2019માં છઠ્ઠી અને છેલ્લી વખત રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
- મનમોહન સિંહના સ્થાને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી હવે પ્રથમ વખત રાજ્યસભામાં જોડાશે.
- 20 ફેબ્રુઆરીના રોજ તેઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા.
- 26 સપ્ટેમ્બર, 1932ના રોજ અવિભાજીત ભારતના પંજાબના ગાહ પ્રાંતમાં જન્મ થયો હતો .
- તેઓ વર્ષ 2004 થી 2014 સુધી ભારતના બે ટર્મના વડા પ્રધાન રહી ચૂક્યા છે..
- તેઓ અર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, અમલદાર અને રાજકારણી છે.
- વર્ષ 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી હતી.
- પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી હતા.
- વર્ષ 1991 માં ભારતમાં નોંધપાત્ર આર્થિક સુધારાઓ લાવવા માટે શ્રેય આપવામાં આવે છે.
- રાજ્યસભાના કુલ 54 સાંસદોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે તેમાંથી 49 સાંસદો 2 એપ્રિલે ગૃહમાંથી નિવૃત્ત થયા હતા.
- વર્ષ 1997માં સોનિયા ગાંધીએ કોંગ્રેસનું સભ્યપદ લીધું અને 62 દિવસ પછી તે પાર્ટીના અધ્યક્ષ બન્યા. ત્યારથી લઈને 2017 સુધી તે પાર્ટીની અધ્યક્ષ રહ્યા. અને કોંગ્રેસ પાર્ટીમાં આટલા લાંબા કાર્યકાળ માટે પ્રમુખ બન્યાનો રેકોર્ડ તોડયો.
- સોનિયાએ પહેલીવાર 1999ની લોકસભા ચૂંટણી લડી હતી. તેમણે બેલ્લારી (કર્ણાટક) અને અમેઠી (ઉત્તર પ્રદેશ)માંથી ચૂંટણી લડી અને બંને જગ્યાએ જીત મેળવી. આ પછી તેણે બેલ્લારી સીટ છોડી દીધી હતી.
- વર્ષ 2004 માં રાયબરેલી બેઠક પર શિફ્ટ થયા અને જ્યાંથી તેઓ હજુ પણ સાંસદ છે.
- સોનિયાએ 2006માં ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે સંસદીય સીટ પરથી રાજીનામું આપ્યું હતું અને પેટાચૂંટણીમાં પણ જીત મેળવી હતી.
- વર્ષ 2009ની સામાન્ય ચૂંટણીઓમાં, સોનિયાના નેતૃત્વમાં, કોંગ્રેસે 1991 પછી પ્રથમ વખત 200 થી વધુ બેઠકો જીતી અને સત્તામાં પરત ફર્યા. આ વખતે પણ મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
- 2013 માં, સોનિયાએ સતત 15 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો.
- બંધારણની કલમ 80 રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 નક્કી કરે છે.
- 238 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે.
- સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં તેમની કુશળતા માટે રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.
- રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
- સભ્યો છ વર્ષની સંપૂર્ણ મુદત માટે સેવા આપે છે.
- રાજ્યસભાના સભ્યો ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે.
- ચૂંટણી ફોર્મ્યુલા હેઠળ, રાજ્યસભાની ખાલી બેઠકોમાં 1 ઉમેરીને કુલ ધારાસભ્યોની સંખ્યાને વિભાજિત કરવામાં આવે છે.
- ઉદાહરણ તરીકે, રાજસ્થાનમાં 200 ધારાસભ્યો છે અને રાજ્યસભાની 3 બેઠકો ખાલી છે.
- આવી સ્થિતિમાં, 200 ને 3+1(=4) વડે ભાગવા પર સંખ્યા 50 થાય છે, જેમાં એક ઉમેરીને તે 51 થાય છે.
- આ રીતે દરેક ઉમેદવારને જીતવા માટે 51 વોટની જરૂર છે.