- 3 એપ્રિલ તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના આંચકા જાપાન અને ફિલિપાઈન્સ સુધી અનુભવાયા હતા.
- ભૂકંપ પૂર્વ તાઈવાનના હુઆલીન શહેરમાં આવ્યો હતો, જેનું કેન્દ્ર પૃથ્વીથી 34 કિલોમીટર નીચે હતું.
- તાઈવાનમાં 25 વર્ષમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
- આ અગાઉ 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા હતા.