- આ કાયદામાં સમલૈંગિક સંબંધોને અપરાધ માનવામાં આવશે અને લગભગ 15 વર્ષની જેલની સજાની જોગવાઈ રહેશે.
- આ કાયદાનો હેતુ ધાર્મિક મૂલ્યો જાળવવાનો છે.
- આ કાયદામાં આ સિવાય સમલૈંગિક સંબંધો માટે ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા અને સમલૈંગિકતા અથવા વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપનારને ઓછામાં ઓછી 15 વર્ષની સજાની જોગવાઈ રહેશે.
- આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ તેના અથવા તેણીના "જૈવિક જાતિ"માં ફેરફાર કરે છે અથવા ઇરાદાપૂર્વક અન્ય લિંગથી અલગ રીતે કપડાં પહેરે તો તેને એક થી ત્રણ વર્ષની જેલની સજાની કરવામાં આવશે.
- બિલમાં અગાઉ સમલૈંગિક કૃત્યો માટે મૃત્યુદંડનો સમાવેશ થતો હતો પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોના જોરદાર વિરોધ બાદ આ કાયદો પસાર થાય તે પહેલા જ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.