- આ C-Domeને દક્ષિણી શહેર ઈલાત નજીક તૈનાત કરવામાં આવ્યો.
- ઈઝરાયેલ દ્વારા તેના એરસ્પેસમાં શંકાસ્પદ લક્ષ્યોને પ્રવેશતા રોકવા માટે આ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવામાં આવી.
- C-Dome એ આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનું નેવલ વર્ઝન છે જેની શિપ-માઉન્ટેડ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ સમુદ્રમાં રોકેટ અને મિસાઇલ હુમલાઓ સામે રક્ષણ કરવા માટે થાય છે.
- C-Domeનો ઉપયોગ સાર 6-ક્લાસ કોર્વેટ્સ, જર્મન-નિર્મિત યુદ્ધ જહાજો પર કરવામાં આવ્યો છે.
- તે આયર્ન ડોમની જેમ જ ઇન્ટરસેપ્ટર્સનો ઉપયોગ કરે છે.
- જમીન આધારિત આયર્ન ડોમનો ઉપયોગ આવતા રોકેટને અટકાવવા માટે થાય છે. હાલમાં તેનો ઉપયોગ હમાસ-નિયંત્રિત ગાઝા પટ્ટીમાંથી છોડવામાં આવેલા રોકેટને અટકાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
- C-Dome દરિયામાં રોકેટ અને મિસાઈલ હુમલાઓ સામે રક્ષણ માટે નૌકાદળ સંરક્ષણ પ્રણાલી તરીકે કામ કરે છે.
- C-Dome તૈમિર ઇન્ટરસેપ્ટર, મોડ્યુલર વર્ટિકલ-લોન્ચ યુનિટ (VLU), અને કમાન્ડ એન્ડ કંટ્રોલ (C2) જેવાં ત્રણ ઘટકો ધરાવે છે.
- આ સંરક્ષણ પ્રણાલીના એક લોન્ચની કિંમત લગભગ $50,000 (રૂ. 41.61 લાખ) છે.