- આ સાથે જૈન આચાર્ય લોકેશ મુનિ અમેરિકન રાષ્ટ્રપતિના સુવર્ણ સ્વયંસેવક સેવા પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સાધુ બન્યા.
- તેઓને આ પુરસ્કાર જાહેર ભલા અને માનવતા માટેના યોગદાન માટે આપવામાં આવ્યો.
- અમેરિકન રાષ્ટ્રપતિના સ્વયંસેવક સેવા પુરસ્કારની સ્થાપના 2003 માં જ્યોર્જ બુશના પ્રેસિડેન્ટ દરમિયાન કરવામાં આવી હતી.
- આ પુરસ્કાર જેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઓછામાં ઓછા 500 કલાક સ્વૈચ્છિક સેવા પ્રદાન કરી હોય અને જેમના કામથી સમુદાયો પર હકારાત્મક અસર પડી હોય અને તેમની આસપાસના લોકોને પ્રેરણા મળી હોય એવી વ્યક્તિઓને આપવામાં આવે છે.
- આચાર્ય લોકેશ મુનિ ભગવાન મહાવીર દ્વારા સ્થાપિત જૈન ધર્મના અનુયાયી છે. તેઓ એક ચિંતક, લેખક, કવિ અને સમાજ સુધારક છે જેઓ રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ, માનવીય મૂલ્યો વિકસાવવા અને સમાજમાં અહિંસા, શાંતિ અને પરસ્પર સહકારની સ્થાપના માટે સતત કાર્ય કરી રહ્યા છે.
- આચાર્ય લોકેશ મુનિએ હરિયાણાના ગુરુગ્રામમાં અહિંસા વિશ્વ ભારતીની સ્થાપના કરી હતી.
- અહિંસા વિશ્વ ભારતી ભગવાન મહાવીરના ઉપદેશોને અનુરૂપ અહિંસા, શાંતિ, સંવાદિતા અને ભાઈચારાના ચાર વૈશ્વિક સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કાર્ય કરે છે.
- કેપિટોલ હિલ એ યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ સરકારની લેજિસ્લેટિવ શાખાનું ઘર છે, જેમાં સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવનો સમાવેશ થાય છે. તેને ઘણી વખત યુ.એસ. લોકશાહીના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે બીજી તરફ વ્હાઇટ હાઉસ એ યુએસ પ્રમુખનું કાર્યાલય અને નિવાસસ્થાન છે, જે કેપિટોલ હિલથી અલગ છે.