- વિશ્વના સૌથી વૃદ્ધ સંયુક્ત જોડિયા 62 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.
- વિશ્વના સૌથી વૃદ્ધ જોડિયા'નો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર લોરી અને જ્યોર્જ શેપલ નામના ટ્વિન્સનું 7 એપ્રિલે 62 વર્ષની વયે અવસાન થયું.
- તેઓ બંને આંશિક રીતે માથા પર જોડાયેલ હતા તેમની 30 ટકા ખોપરીઓ એકબીજા સાથે જોડાયેલી હતી.
- તેઓ બનેં પ્રથમ સમલૈંગિક જોડિયા હતા જેમની ઓળખ અલગ લિંગ તરીકે થઈ હતી જેમાં લોરી સ્ત્રી હતી, જ્યારે જ્યોર્જ ટ્રાન્સજેન્ડર હતો.
- વર્ષ 2015માં, લોરી અને જ્યોર્જને સત્તાવાર રીતે વિશ્વના સૌથી વૃદ્ધ જોડિયા જાહેર કરવામાં આવ્યા હતા.
- આ અગાઉ આ રેકોર્ડ માશા અને દશા ક્રિવોશેલ્યાપોવાના નામના જોડિયા બાળકોના નામે હતો, પરંતુ 2015માં તેઓ બંનેનું 53 વર્ષની વયે અવસાન થયું ત્યારબાદ આ રેકોર્ડ લોરી અને જ્યોર્જને આપવામાં આવ્યો.