- આ કરાર હેઠળ જાપાની અવકાશયાત્રી પણ ચંદ્ર પર જશે જે મુજબ બે જાપાનીઝ અવકાશયાત્રીઓ ભાવિ US મિશનમાં જોડાશે.
- આ સાથે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ બિન-અમેરિકન બનશે.
- આજ સુધી વર્ષ 1969 થી 1972 દરમિયાન નાસાના એપોલો પ્રોગ્રામના ભાગરૂપે માત્ર 12 અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા છે જે તમામ અવકાશયાત્રીઓ અમેરિકન હતા.
- હવે અમેરિકાના આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ, 2026 સુધીમાં ફરી એકવાર મનુષ્યને ચંદ્ર પર મોકલવામાં આવશે.
- જેના માટે જાપાન નાસા માટે પ્રેશરાઇઝ્ડ રોવર ડેવલપ કરશે જે રોવરની મદદથી અવકાશયાત્રીઓ ચંદ્ર પર લાંબા અંતરની મુસાફરી કરી શકશે અને અવકાશયાત્રીઓ તેમાં લાંબા સમય સુધી રહી શકશે.
- આ એક મોબાઇલ નિવાસસ્થાન બનશે જે તે ચંદ્ર પ્રયોગશાળા તરીકે કાર્ય કરશે.
- આ એક એવી જગ્યા બનશે જ્યાં અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર રહી શકશે, કામ કરી શકશે અને નેવિગેટ કરી શકશે.
- જાપાન માત્ર નવું પ્રેશરાઇઝ્ડ રોવર પૂરું પાડશે નહીં, પરંતુ તેને અવકાશયાત્રીઓ સાથે અથવા તેના વિના ચંદ્રની સપાટી પર પણ ચલાવશે.
- આ રોવરનું નામ લુનર ક્રુઝર છે તે 2031 સુધીમાં તૈયાર થવાની ધારણા છે.
- આર્ટેમિસ 7 ક્રૂ તેનો ઉપયોગ કરશે.
- વર્ષ 2019થી ટોયોટા અને JAXA સંયુક્ત રીતે આ રોવર બનાવી રહ્યા છે.
- જાપાનની સ્પેસ એજન્સી JAXA અને ઓટોમોબાઈલ કંપની ટોયોટા દબાણયુક્ત મૂન રોવરના વિકાસ પર સહયોગ કરી રહી છે.
- 53 વર્ષ બાદ અમેરિકા ફરી એકવાર આર્ટેમિસ મિશન દ્વારા ચંદ્ર પર મનુષ્ય મોકલી રહ્યું છે.
- આ મિશન ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે આર્ટેમિસ-1, 2 અને 3 આર્ટેમિસ-1 મિશનમાં, અવકાશયાન ચંદ્રની પરિક્રમા કરે છે, કેટલાક નાના ઉપગ્રહ છોડે છે અને ચંદ્રના ઘણા મહત્વપૂર્ણ ફોટા અને વિડિઓઝ પ્રદાન કરે છે.
- આર્ટેમિસ-2 2024માં લોન્ચ થશે જેમાં અવકાશયાત્રીઓ જશે પરંતુ ચંદ્ર પર પગ નહીં મૂકે તેઓ માત્ર ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે અને પાછા આવશે.
- આર્ટેમિસ-3 મિશનમાં અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતરશે.
- આ મિશન 2026માં લોન્ચ થઈ શકે છે. પ્રથમ વખત મહિલાઓ પણ હ્યુમન મૂન મિશનનો ભાગ બનશે.