દક્ષિણ કોરિયા દ્વારા કૃત્રિમ સૂર્ય માટે નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો.

  • આ રેકોર્ડ દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ 48 સેકન્ડ માટે 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખી બનાવવામાં આવ્યો.
  • આ તાપમાન સૂર્યના મૂળ કરતા સાત ગણું વધારે છે. 
  • આ પહેલા વર્ષ 2021માં 30 સેકન્ડનો રેકોર્ડ બન્યો હતો.
  • આ માટે વૈજ્ઞાનિકોએ કોરિયા સુપરકન્ડક્ટીંગ ટોકમાક એડવાન્સ રિસર્ચ (KSTAR) ઉપકરણ બનાવવામાં આવ્યું જેમાં આ તાપમાન ન્યુક્લિયર ફ્યુઝન પ્રયોગો દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
  • આ પ્રયોગ ડિસેમ્બર 2023 થી ફેબ્રુઆરી 2024 વચ્ચે કરવામાં આવ્યો હતો.
  • ન્યુક્લિયર ફ્યુઝનમાં, બે હળવા અણુ ન્યુક્લી ભેગા થઈને ભારે અણુ બનાવે છે.  આમાં મોટી માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. સૂર્ય જેવા તારાઓને પણ ન્યુક્લિયર ફ્યુઝનથી ઊર્જા અને પ્રકાશ મળે છે. 
  • જેમાં હાઇડ્રોજન પરમાણુઓ ભેગા થઈને હિલીયમ બનાવે છે.
  • ફ્યુઝન કાર્બન પ્રદૂષણ વિના અમર્યાદિત ઊર્જા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
  • પરમાણુ વિભાજનની સાંકળ પ્રતિક્રિયા જેવા ફ્યુઝનમાં કોઈ જોખમ નથી.
  • તે લાંબા સમય સુધી ટકી રહેલ પરમાણુ કચરો ઉત્પન્ન કરતું નથી.
  • ડોનટ આકારના ફ્યુઝન રિએક્ટરનું નામ 'ટોકામક' છે.  આમાં, હાઈડ્રોજન વેરિઅન્ટને પ્લાઝમા બનાવવા માટે ગરમ કરવામાં આવે છે. 
  • આ પદાર્થની સ્થિતિ છે જેમાં અણુ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન અલગ પડે છે.
Korean Fusion Reactor ‘Artificial Sun’ Sets New Record

Post a Comment

Previous Post Next Post