- આ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું.
- ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સહયોગથી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- 'અગ્નિ પ્રાઇમ'ની મહત્તમ રેન્જ 1,000 થી 2,000 કિલોમીટર છે.
- 'અગ્નિ પ્રાઇમ'નું વજન પણ અન્ય અગ્નિ મિસાઇલોની સરખામણીમાં ઓછું છે.
- તેની અદ્યતન ડિઝાઇનને કારણે, તે રોડ અને રેલ દ્વારા પરિવહન કરી શકાય છે.
- આ મિસાઈલ ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટક, થર્મોબેરિક અથવા પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
- આ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલ પર MIRV વોરહેડ લગાવી શકાય છે.
- 'અગ્નિ પ્રાઇમ' મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 2021માં કરવામાં આવ્યું હતું.