- 34 વર્ષીય અલ્ટ્રારનર સુમિતે ટ્રેડમિલ પર 12 કલાક દોડીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
- તે ઓડિશાનો રાઉરકેલાનો રહેવાસી છે.
- સુમિત 12 કલાક દોડ્યો અને લગભગ 68 કિલોમીટરનું અંતર કાપ્યું.
- આ સમયગાળા દરમિયાન તેણે એક વખત પણ મશીનને સ્પર્શ કર્યો ન હતો.
- 12 માર્ચે સવારે 8:15 થી રાતના 8:20 વાગ્યા સુધીની તેની રેસનો વીડિયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
- આ પછી, મંગળવાર, 9 એપ્રિલે સુમિતને પ્રમાણપત્ર મળ્યું.
- આ ઉપરાંત સૌથી લાંબા અંતરની મેરેથોન 30 દિવસમાં પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે છે.
- ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ એ દર વર્ષે પ્રકાશિત એક સંદર્ભ પુસ્તક છે, જેમાં વિશ્વ વિક્રમોનું સંકલન છે.
- ગિનીસ વર્લ્ડ રેકોર્ડની સ્થાપના 1955માં ફ્લીટ સ્ટ્રીટ, લંડનમાં જોડિયા ભાઈઓ નોરિસ અને રોસ મેકવિર્ટર દ્વારા કરવામાં આવી હતી.
- વર્ષ 2000 સુધી તે 'ગિનીસ બુક ઓફ રેકોર્ડ' તરીકે જાણીતું હતું.