- ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ'ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માટે પસંદ કરવામાં આવી.
- આયોજકો દ્વારા 11 એપ્રિલના રોજ ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી હતી.
- છેલ્લા 40 વર્ષમાં કાન્સના આ વિભાગ સુધી પહોંચનારી આ પહેલી ફિલ્મ હશે.
- આ પહેલા વર્ષ 1983માં મૃણાલ સેનની ફિલ્મ 'ખારીજ' આ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી.
- પાયલની આ ફિલ્મ એક નર્સના જીવનની વાર્તા છે.
- અગાઉ પાયલ કાપડિયાની ડોક્યુમેન્ટ્રી 'અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ'એ 2021માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓઈલ ડી'ઓર (ગોલ્ડન આઈ) એવોર્ડ જીત્યો હતો.
- કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 14 મે થી 25 મે સુધી ચાલશે.
- કાન ફિલ્મ ફેસ્ટિવલને 2003 સુધી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કહેવામાં આવતું હતુ જે ફ્રાન્સમાં આયોજિત વાર્ષિક ફિલ્મ ફેસ્ટિવલ છે.
- તે વિશ્વભરની દસ્તાવેજી સહિત તમામ શૈલીઓની નવી ફિલ્મોનું પૂર્વાવલોકન કરે છે.
- તેની સ્થાપના 20 સપ્ટેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી.
- તમામ મહેમાનો આ ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણના આધારે જ હાજરી આપે છે.
- આ વાર્ષિક ઉત્સવ (સામાન્ય રીતે મે મહિનામાં) પેલેસ ડેસ ફેસ્ટિવલ્સ એટ ડેસ કૉંગ્રેસમાં યોજવામાં આવે છે.