- તેઓની નાદુરસ્ત તબિયતના પગલે આ સન્માન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેઓના ઘરે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
- અડવાણી આ સન્માન મેળવનારા ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા ત્રીજા નેતા છે.
- અગાઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખને ભારત રત્ન મળ્યો હતો.
- આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણીને વર્ષ 2015માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
- અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચી (હવે પાકિસ્તાનનો ભાગ)માં થયો હતો.