ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી શક્તિશાળી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેનરમાં મગજનું સ્કેનિંગ કરવામાં આવ્યું.

  • આ સ્કેનર દ્વારા માનવ મગજની અત્યાર સુધીની સૌથી સચોટ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઇમેજ બનાવવામાં આવી છે.
  • આ નવી ટેક્નોલોજી મગજ સંબંધિત રોગો અલ્ઝાઈમર અને પાર્કિન્સનને સમજવામાં મદદ કરશે.
  • ફ્રાન્સના એટોમિક એનર્જી કમિશન (CEA) ના વૈજ્ઞાનિકો 2021 માં કોળાના બીજને સ્કેન કરનારા સૌપ્રથમ હતા.
  • સામાન્ય રીતે હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા MRI સ્કેનરની ક્ષમતા 3 ટેસ્લા છે.
  • આ નવા MRI સ્કેનર મશીનની ક્ષમતા 11.7 ટેસ્લા છે.
  • આ મશીન મગજના સેરેબ્રલ કોર્ટેક્સ સુધી પહોંચતી નાની રક્તવાહિનીઓ પણ જોઈ શકે છે.
  • તેની મદદથી મગજમાં સેરેબેલમ પણ સારી રીતે જોઈ શકાય છે.
World’s most powerful MRI scans first images of human brain

Post a Comment

Previous Post Next Post