- આ સાથે નાગરિકતા સંશોધન કાયદા (Citizenship (Amendment) Act (CAA)) હેઠળ દરેક શરણાર્થીને નાગરિકતા આપવાની પણ જાહેરાત કરવામાં આવી.
- કેન્દ્ર સરકાર દ્વારા 11 માર્ચ, 2024ના રોજ દેશભરમાં CAA લાગુ કરવામાં આવ્યો હતો.
- આ અંતર્ગત 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.
- Citizenship Amendment Bill (CAB) 2016 માં રજૂ કરવામાં આવ્યું હતું.
- ડિસેમ્બર 2019માં રાજ્યસભા અને લોકસભામાં આને લગતું બિલ પાસ થયું હતું.
- આ બિલ હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે.