ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો.

  • સરકાર દ્વારા નિકાસ માટે લઘુત્તમ નિકાસ કિંમત (MEP) $550 એટલે કે લગભગ રૂ 45,800 પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે એટલે કે, નિકાસ કરવા માટે ડુંગળીની કિંમત ઓછામાં ઓછી રૂ. 45,800 પ્રતિ મેટ્રિક ટન એટલે કે એક હજાર કિલો હોવી જોઈએ.
  • આ ઉપરાંત સરકા દ્વારા વર્ષ ડુંગળીની નિકાસ પર 40% નિકાસ જકાત લાદવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીની કિંમત 70થી 80 રૂપિયા સુધી પહોંચી ગઈ ત્યારે સરકાર દ્વારા  31 ડિસેમ્બર 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
  • પ્રતિબંધ પછી, કેટલાક દેશોની વિનંતી પર ડુંગળીના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી.
  • સરકાર દ્વારા 27 ઓક્ટોબર, 2023થી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF) અને NAFED જેવા સરકારી વેચાણ કેન્દ્રો દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળીનું વેચાણને મંજૂરી આપવામાં આવી છે.
  • મધ્યપ્રદેશ ભારતનું સૌથી મોટું ડુંગળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે.
  • ભારતના મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને બિહાર છે.
  • ભારતમાંથી ડુંગળીની નિકાસ મુખ્યત્વે મલેશિયા, UAE, કેનેડા, જાપાન, લેબનોન અને કુવૈતમાં થાય છે.
India's government lifts ban on onion exports


Post a Comment

Previous Post Next Post