વૈશાલી રમેશ બાબુને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મળ્યો.

  • ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) દ્વારા 2 મેના રોજ યુવા ભારતીય ચેસ પ્લેયર વૈશાલી રમેશ બાબુને ગ્રાન્ડમાસ્ટરના ખિતાબથી સન્માનિત કરવામાં આવી.
  • કોનેરુ હમ્પી અને હરિકા દ્રોણાવલ્લી પછી વૈશાલી ત્રીજી ભારતીય મહિલા ગ્રાન્ડમાસ્ટર છે.
  • તેણીએએ ગયા વર્ષે સ્પેનમાં લોબ્રેગેટ ઓપન ટુર્નામેન્ટમાં ગ્રાન્ડમાસ્ટર માટે જરૂરી 2500 ELO પોઈન્ટ હાંસલ કર્યા હતા.
  • ટોરોન્ટોમાં કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ દરમિયાન FIDE કાઉન્સિલની મીટિંગ બાદ આ ટાઇટલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
  • વિશ્વનાથન આનંદ ચેસ ગ્રાન્ડમાસ્ટર બનનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.
  • કોનેરુ હમ્પી ગ્રાન્ડમાસ્ટર ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે.
  • સૌથી યુવા ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર આર.પ્રગાનાનંદ છે.
  • સૌથી વધુ ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ ધરાવતું ભારતીય રાજ્ય તમિલનાડુ છે.
  • આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (Fédération Internationale des Échecs – FIDE) એ ચેસની રમતનું સંચાલક મંડળ છે અને તમામ આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું નિયંત્રણ કરે છે.
  • તેની શરૂઆત વર્ષ 1924 માં પેરિસથી કરવામાં આવી હતી.
  • વર્ષ 1999માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા તેને વૈશ્વિક રમતગમત સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી હતી.
  • તેનું મુખ્યમથક સ્વિટ્ઝર્લેન્ડના લૌઝેનમાં છે.
  • તેના પ્રમુખ આર્કાડી ડ્વોરકોવિચ છે અને ઉપપ્રમુખ વિશ્વનાથન આનંદ છે.
Vaishali Ramesh Babu got the title of Grandmaster

Post a Comment

Previous Post Next Post