ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ સાઉદી સ્મેશ ટૂર્નામેન્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો.

  • મનિકાએ વર્લ્ડ નંબર-2 ચીનની વાંગ મન્યુ અને વર્લ્ડ નંબર-14 જર્મનીની નીના મિત્તેલહેમને હરાવી હતી.
  • આ સાથે મનિકા 840 પોઈન્ટ સાથે સિંગલ રેન્કિંગમાં 24માં સ્થાને પહોંચી ગઈ છે.
  • આ સાથે મનિકા બત્રા વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 25માં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે.
  • તેણીએ એશિયન કપ 2022માં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • તેને વર્ષ 2019માં કોમનવેલ્થ ટેટે ચેમ્પિયનશિપ ગોલ્ડ જીત્યો હતો.
  • ઉપરાંત વર્ષ 2018માં કોમનવેલ્થ ગેમ્સ ટીમ અને સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને એશિયન ગેમ્સ 2018માં મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.
  • તેણે સાઉથ એશિયન ગેમ્સ 2016માં ટીમ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Manika Batra 1st Indian Woman To Rank in World Top 25 TT Single Player

Post a Comment

Previous Post Next Post