યુનાઈટેડ નેશન્સ (UN) ના સભ્યપદ મેળવવા માટે પેલેસ્ટાઈન ક્વોલિફાય બન્યું.

  • આ પ્રસ્તાવ આરબ દેશોની માંગ પર લાવવામાં આવ્યો હતો.
  • ભારતે પેલેસ્ટાઈનના પક્ષમાં મતદાન કર્યું.
  • યુએનના 193 સભ્ય દેશોમાંથી 143એ પેલેસ્ટાઈનની તરફેણમાં જ્યારે 9 લોકોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
  • વિરોધ કરનારા દેશોમાં અમેરિકા અને ઈઝરાયલનો સમાવેશ થાય છે, જ્યારે 25 દેશો આ મતદાનથી દૂર રહ્યા હતા.
  • આ વોટિંગથી પેલેસ્ટાઈન યુએનનું સભ્ય તો નથી બન્યું, પરંતુ સભ્ય બનવા માટે ક્વોલિફાય થઈ શક્યુ.
  • આ પહેલા 18 એપ્રિલે અમેરિકાએ પેલેસ્ટાઈનને યુએનમાં સંપૂર્ણ સભ્યપદ આપવાના પ્રસ્તાવને વીટો કરી દીધો હતો.
  • અલ્જેરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર મતદાન થયું હતું. 
  • અમેરિકાના વીટો બાદ પેલેસ્ટાઈન યુએનનું કાયમી સભ્ય બની શક્યું નથી.
  • યુએન માટે લાયકાત મેળવ્યા પછી પેલેસ્ટાઈન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં જોડાઈ શકે છે.
  • યુએનમાં સંપૂર્ણ સભ્યપદ મેળવવા માટે પેલેસ્ટાઈનનો આ બીજો પ્રયાસ હતો.
  • અગાઉ 2011માં પણ પેલેસ્ટાઈનને સભ્યપદ આપવા અંગે યુએનએસસીમાં મતદાન થયું હતું, તે સમયે પણ અમેરિકાએ તેને વીટો કરી દીધો હતો.
Palestine qualified for membership of the United Nations (UN)

Post a Comment

Previous Post Next Post