- ચીનના અવકાશ મિશન ચાંગ'ઇ-6 મૂનના લેન્ડરે ચંદ્રના સૌથી અંધારા ભાગમાં સફળ લેન્ડિંગ કર્યું.
- આ મૂન લેન્ડરને 3 મેના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે લગભગ એક મહિના પછી તેના ગંતવ્ય પર પહોંચ્યું હતું.
- ચાંગે-6 લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિનમાં ઉતર્યું હતું જ્યાંથી તે ચંદ્રની સપાટીના નમૂનાઓ એકત્ર કરવાનું શરૂ કરશે.
- આ મિશનની સફળતા બાદ ચીન ચંદ્રની ડાર્ક સાઇડમાંથી સેમ્પલ લાવનાર પહેલો દેશ બનશે.
- ચાંગ'ઈ-6 લેન્ડરના નમૂનાઓ ચંદ્ર, પૃથ્વી અને સૂર્યમંડળની રચના અને ઉત્ક્રાંતિ સંબંધિત સંકેતો આપશે.
- ચીને પ્રથમ વખત 2019માં પોતાના ચાંગઈ-4 મિશન દ્વારા આવું કર્યું હતું.