ભારત દ્વારા યુક્રેન પીસ સમિટમાં સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો.

  • ભારત દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી બે દિવસીય યુક્રેન પીસ સમિટમાં બહાર આવતા કોઈપણ સંયુક્ત નિવેદન અથવા દસ્તાવેજનો ભાગ ન બનવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • આ સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સહિત 90 થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
  • યુક્રેન દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં, યુદ્ધનો અંત લાવવા માટે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાને તેની સેના પાછી ખેંચવાની અને ક્રિમિયાને આઝાદ કરવાની માંગ કકરવામાં આવી છે.
  • ભારત ઉપરાંત, 90 દેશોની ભાગીદારીમાં, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, થાઇલેન્ડ, મેક્સિકો અને સંયુક્ત આરબ અમીરાતએ પણ આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા ન હતા.
  • આ સમિટમાં ભાગ લેવા માટે રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જ્યારે ચીને તેમાં ભાગ લીધો ન હતો.
India doesn't sign joint communique on Ukraine peace in Switzerland


Post a Comment

Previous Post Next Post