હિંદુકુશ હિમાલયન ક્ષેત્રમાં 22 વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ.

  • ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) ના સ્નો અપડેટ રિપોર્ટ અનુસાર, હિંદુકુશ હિમાલયન ક્ષેત્રમાં જળ સંકટ આવી શકે છે.  
  • નવેમ્બર 2023 અને એપ્રિલ 2023 વચ્ચે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીના બેસિનમાં છેલ્લા 22 વર્ષમાં સૌથી ઓછો હિમવર્ષા નોંધવામાં આવી છે.
  • હિંદુકુશ હિમાલય પ્રદેશમાંથી 12 મોટી નદીઓ નીકળે છે.  
  • આ નદીઓના કુલ પાણીના પ્રવાહમાંથી લગભગ 23% હિંદુકુશ હિમાલયના પીગળેલા બરફમાંથી આવે છે.
  • જળ સંકટની સીધી અસર આ પ્રદેશમાં રહેતા 165 કરોડ લોકો પર પડશે.
  • સિંધુ નદીમાં હિમવર્ષાનું સ્તર સામાન્ય કરતાં 23% ઓછું થયું છે ઉપરાંત ગંગા નદીમાં 17% અને બ્રહ્મપુત્રા નદીના બેસિનમાં હિમવર્ષામાં 15% ઘટાડો નોંધાયો છે.
  • હિંદુકુશ હિમાલય ક્ષેત્રમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.  
  • આ દેશો ICIMOD ના સભ્ય પણ છે.
  • ICIMOD એક આંતરસરકારી સંસ્થા છે.
  • 1981માં નેપાળ સરકાર અને યુનેસ્કો દ્વારા પેરિસમાં ICIMODની સ્થાપના કરવામાં આવી હતી જેમાં જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડ તેના સ્થાપક સભ્યો છે.
Low Snow Persistence in Hindu Kush Himalayas

Post a Comment

Previous Post Next Post