- આ મિશનનો ઉદ્દેશ્ય જીવન માટે સમુદ્ર પર નિર્ભર લોકોનું જીવન સુધારવાનો છે.
- આ ઉપરાંત ડીપ સી મિશન દ્વારા ખનીજની શોધ કરવામાં આવશે.
- મહાસાગર વિજ્ઞાન અને મહાસાગર જૈવવિવિધતાના અભ્યાસ અને જૈવવિવિધતા જાળવવા પર કામ કરવામાં આવશે.
- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીના સમુદ્રયાન મિશન હેઠળ સમુદ્રની ઊંડાઈમાં કામ કરતી સબમરીન 'મત્સ્યાન 6000 ડીપ સબમર્જન્સ વ્હીકલ' વિકસાવવામાં આવી રહી છે.
- 'મત્સ્યાન 6000'ના પ્રથમ તબક્કાની ટ્રાયલ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2026 સુધીમાં પૂર્ણ થશે.
- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) 'મત્સ્યાન 6000' માટે ટાઇટેનિયમ રૂફટોપ તૈયાર કરશે જે દરિયાની ઉંડાઇના દબાણને સહન કરવા સક્ષમ હશે.
- આ અગાઉ અમેરિકા, રશિયા, ચીન, જાપાન અને ફ્રાન્સ દ્વારા ડીપ સી મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.