- ISRO દ્વારા કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ (CFD) સોફ્ટવેર "એરોસ્પેસ વ્હીકલ એરો-થર્મો-ડાયનેમિક એનાલિસિસ માટે સમાંતર RANS સોલ્વર" (પ્રવાહા) લોન્ચ કરવામાં આવ્યું.
- પાંખવાળા વાહનો અને નોનવિંગ્ડ રી-એન્ટ્રી વાહનો પર બાહ્ય અને આંતરિક પ્રવાહનું અનુકરણ કરવા VSSCમાં વિકસાવવામાં આવ્યું છે.
- કોઈપણ એરોસ્પેસ વાહન જ્યારે 'પ્રક્ષેપણ' અથવા 'પુનઃપ્રવેશ' દરમિયાન પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે બાહ્ય દબાણ અને ગરમીના પ્રવાહના સંદર્ભમાં ગંભીર એરોડાયનેમિક અને એરોથર્મલ લોડને આધિન હોય છે.
- આ સોફ્ટવેર પૃથ્વીના પુનઃપ્રવેશ દરમિયાન એરક્રાફ્ટ, રોકેટ બોડી અથવા ક્રૂ મોડ્યુલ [CM] ની આસપાસના 'એરફ્લો'ને સમજવા માટે મદદ કરશે.
- એરોડાયનેમિક્સનો અસ્થિર ભાગ આવા રોકેટ બોડીની આસપાસ ગંભીર પ્રવાહની સમસ્યાઓમાં ફાળો આપે છે અને મિશન દરમિયાન નોંધપાત્ર એકોસ્ટિક અવાજ બનાવે છે.
- કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ [CFD] એરોડાયનેમિક અને એરોથર્મલ લોડ્સની આગાહી કરવા માટેનું એક એવું સાધન છે જે વેગ અને ઊર્જાના સંરક્ષણના સમીકરણોને આંકડાકીય રીતે દર્શાવે છે.
- તાજેતરમાં તેની પ્રારંભિક ડિઝાઈનનો ઉપયોગ ગગનયાન પ્રોગ્રામમાં માનવ-રેટેડ લોન્ચ વાહનો, જેમ કે, HLVM3, ક્રૂ એસ્કેપ સિસ્ટમ [CES] અને ક્રૂ મોડ્યુલ [CM] ના એરોડાયનેમિક વિશ્લેષણ માટે કરવામાં આવ્યો છે.
- હાલમાં, PraVaHa કોડ પરફેક્ટ ગેસ અને વાસ્તવિક ગેસની સ્થિતિ માટે એરફ્લોનું અનુકરણ કરવા માટે કાર્યરત છે.
- આ સ્વદેશી સોફ્ટવેર મિસાઈલ/એરક્રાફ્ટ/રોકેટની ડિઝાઈનમાં રોકાયેલા શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓને જટિલ એરોડાયનેમિક સમસ્યાઓના ઉકેલો શોધવામાં મદદ કરશે.