- તેઓ ઉપરાંત ચૌના મેને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
- પેમા ખાંડુએ ઇટાનગરના દોરજી ખાંડુ કન્વેન્શન સેન્ટરમાં સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
- પેમા ખાંડુ વર્ષ 2016થી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે.
- નબામ તુકીના રાજીનામા બાદ તેમણે પ્રથમ વખત ચાર્જ સંભાળ્યો હતો.
- કોંગ્રેસ તરફથી પેમા ખાંડુ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા.
- 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ભાજપમાં જોડાયા હતા.
- અરુણાચલમાં આ વખતે ભાજપે 60માંથી 46 બેઠકો જીતી છે.
- પેમા ખાંડુ સહિત પક્ષના 10 ઉમેદવારો બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેથી માત્ર 50 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
- રાજ્યમાં ભાજપનું નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સાથે ગઠબંધન છે, જેને 5 સીટો મળી છે.