- વિશ્વભરની યુનિવર્સિટીઓને રેન્ક આપતી સંસ્થા ક્વેક્વેરેલી સાયમન્ડ્સ (QS) દ્વારા વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025 બહાર પાડવામાં આવી.
- આ યાદીમાં IIT બોમ્બે અને IIT દિલ્હીનો વિશ્વની ટોચની 150 યુનિવર્સિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- ગયા વર્ષે, IIT બોમ્બે આ યાદીમાં વૈશ્વિક સ્તરે 149મા ક્રમે હતું.
- IIT દિલ્હીને દેશમાં બીજું અને IIT બેંગલુરુને ત્રીજું સ્થાન,IIT ખડગપુરને ચોથું અને IIT મદ્રાસને ભારતીય યુનિવર્સિટી રેન્કમાં 5મું સ્થાન મળ્યું છે.
- આ યાદી અનુસાર 61% ભારતીય યુનિવર્સિટીઓના રેન્કિંગમાં સુધારો થયો છે.
- અમેરિકન યુનિવર્સિટી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.