- Securities and Exchange Board of India (SEBI) દ્વારા શેરબજારના રોકાણકારો માટે 'Saa ₹thi 2.0' મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી.
- આ એપનો ઉદ્દેશ્ય રોકાણકારોને તેમના વ્યક્તિગત નાણાંકીય આયોજનમાં મદદ કરવાનો અને અપડેટેડ સાથી એપ રોકાણકારોના દરેક સવાલોના જવાબ આપવાનો છે.
- આ એપમાં, રોકાણકારોને પર્સનલ ફાઇનાન્સના આયોજનમાં મદદ કરવા માટે એક વિડિયો સીરિઝ પણ મળશે, જેના દ્વારા રોકાણકારો પર્સનલ ફાઇનાન્સ સંબંધિત ઘોંઘાટને સરળ ભાષામાં સરળતાથી સમજી શકશે.
- આ એપ્લિકેશન ફાઇનાન્સ કેલ્ક્યુલેટર સાથે રોકાણકારોને મદદ માટે કેવાયસી પ્રક્રિયાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇટીએફ, સ્ટોક એક્સચેન્જમાં શેરની ખરીદી અને વેચાણ, રોકાણકારોની ફરિયાદ નિવારણ પદ્ધતિ અને ઓનલાઈન વિવાદ નિવારણ (Online Dispute Resolution (ODR)) પ્લેટફોર્મ મળી રહશે.