- 2 જૂન 2014માં તેલંગાણા નવા રાજ્યની રચના કરવામાં આવી ત્યારે તેને 10 વર્ષ માટે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 હેઠળ હૈદરાબાદને બંને રાજ્યોની સંયુક્ત રાજધાની બનવાની મંજૂરી આપવામાં આવી હતી.
- 2 જૂન, 2024 થી, હૈદરાબાદ સંપૂર્ણપણે તેલંગાણાનો એક ભાગ બનશે.
- 22 ઓક્ટોબર, 2015ના રોજ, ગુંટુર જિલ્લામાં આવેલા અમરાવતી શહેરને તેલુગુ દેશમ પાર્ટીના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા આંધ્રપ્રદેશની રાજધાની જાહેર કરવામાં આવી હતી.
- પછીના વર્ષોમાં, નાયડુની યોજના અનુસાર અમરાવતીને રાજધાની તરીકે વિકસાવવાનું કામ શરૂ થયુ હતું.
- ત્યાર બાદ જગમોહન રેડ્ડીની સરકાર દ્વારા રાજ્યની વહીવટી રાજધાની તરીકે વિશાખાપટ્ટનમ, ન્યાયિક રાજધાની તરીકે કુર્નૂલ અને વિધાનસભાની રાજધાની તરીકે અમરાવતી નિયુક્ત કરવામાં આવી હતી જે યોજના પણ કાયદાકીય વિવાદમાં રહેલ છે.
- આંધ્ર પ્રદેશ સરકાર આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, 2014 ના અનુસૂચિ X અને XII હેઠળ શહેરમાં કબજે કરેલી તમામ ઇમારતો ખાલી કરશે અને તેલંગાણા સરકાર આ ઈમારતોનો કબજો મેળવશે.
- અન્ય રાજ્યોમાં ઉત્તરપૂર્વીય રાજ્ય મેઘાલયની વર્તમાન રાજધાની શિલોંગ અગાઉ આસામની રાજધાની હતી 1970માં જ્યારે મેઘાલય આસામથી અલગ થયું ત્યારે શિલોંગ તેનું વહીવટી કેન્દ્ર રહ્યું.
- વર્ષ 1972માં મેઘાલયને રાજ્ય તરીકેની સત્તાવાર ઘોષણા બાદ, શિલોંગને નવા રાજ્યની રાજધાની જાહેર કરવામાં આવી. આ પછી દિસપુરને આસામની રાજધાની બનાવવામાં આવી.
- છત્તીસગઢ, જે અગાઉ મધ્ય પ્રદેશનો એક ભાગ હતો તે નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યો અને રાયપુર તેની રાજધાની બની.
- ઉત્તરાખંડ, જે અગાઉ ઉત્તરાંચલ તરીકે ઓળખાતું હતું તે નવેમ્બર 2000માં પશ્ચિમ ઉત્તર પ્રદેશથી અલગ થઈને તેની રાજધાની દહેરાદૂન સાથે રાજ્ય બન્યું હતું.
- ઝારખંડની રચના નવેમ્બર 2000માં થઈ હતી ત્યારબાદ રાંચીને ઝારખંડની રાજધાની તરીકે પસંદ કરવામાં આવી હતી.
- દક્ષિણ બિહારથી અલગ થયેલું આ રાજ્ય આદિવાસી વસ્તી દ્વારા શરૂ કરાયેલા આંદોલન પછી અસ્તિત્વમાં આવ્યું હતું.